કાલાહાંડી: ઓડિશાના કાલાહાંડીમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે જનસભા સંબોધી. સત્તાધારી બીજેડી સહિત સમગ્ર વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ (વિપક્ષ) ભ્રષ્ટાચારીઓના મદદગાર છે અને હું દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે આવ્યો છું. તેમણે રેલીમાં હાજર લોકોને સવાલીયા અંદાજમાં પૂછ્યું કે તમે જણાવો કે તમારે ભ્રષ્ટાચારીઓના મદદગાર જોઈએ કે પછી ચોકીદાર જોઈએ. તેમણે કહ્યું કે હું ઓરિસાના લોકોને ભાજપને મત આપવા અને 2017માં ઉત્તર પ્રદેશ અને 2018માં ત્રિપુરામાં રચાયેલા ઈતિહાસને દોહરાવવાની અપીલ કરું છું. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ અને બીજુ જનતા દળ બંને પક્ષોએ જ ગરીબોને ગરીબ રાખી મૂકવાનું ષડયંત્ર રચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ઓડિશાના આ પશ્ચિમ શહેરમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે ઓડિશાની સરકારે અમને સહયોગ કર્યો નથી. તેમની ઉદાસીનતા હોવા છતાં અમે રાજ્યમાં વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવાના અમારા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કર્યાં. તેમણે કહ્યું કે આ ચોકીદારે ઉડિયા લોકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રની યોજનાનો સહારો લીધો. 


તેમણે દાવો કર્યો કરે જો 2014ની ચૂંટણી બાદ ઓડિશામાં ભાજપે સરકાર બનાવી હોત તો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થાત. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની ડબલ એન્જિન સરકાર માટે લોકોને મત માટે અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે ઓડિશાએ 2017માં ઉત્તર પ્રદેશ અને 2018માં ત્રિપુરાએ રચેલો ઈતિહાસ દોહરાવવો જોઈએ. 


પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકારે આઠ લાખ પરિવારો માટે પાક્કા મકાન બનાવ્યાં. 24 લાખ ઘરોમાં વીજળી કનેક્શન ઉપલબ્ધ કરાવ્યાં. 40 લાખ માતાઓ અને બહેનોને ગેસ કનેક્શન આપ્યાં. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં અમે એક કરોડ 40 લાખ લોકો માટે બેંક ખાતા  ખોલ્યાં. 50 લાખ મકાનોમાં શૌચાલય બનાવડાવ્યાં. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી. કોંગ્રેસ પર નિશાન  સાધતા  તેમણે કહ્યું કે આ જૂની પાર્ટીએ ગરીબોને તેમના અધિકારોથી વંચિત રાખીને વર્ષો સુધી ઓડિશાના લોકો સાથે દગો કર્યો. 


કાલાહાંડીમાં રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ચોકીદારે લૂટનો  ખેલ બંધ કરાવી દીધો તો બધા અકળાયા છે. તેઓ મને રોજ ગાળો આપે છે. ડિક્શનરીમાં જેટલી પણ ગાળો છે તે બધી મને આપે છે. પણ ગરીબોના હિત માટે આ ગાળો પણ મારા માટે ઘરેણાની જેમ છે. ગરીબોની સેવા માટે હું બધી ગાળો સાંભળવા માટે પણ તૈયાર છું. 


ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસ સત્તા પર આવશે તો 11 મહિનામાં આપશે 22 લાખ નોકરી


વિપક્ષની નિયત પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 70 વર્ષથી કશું કરી શક્યા નથી. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ગરીબ-ગરીબની માળા જપે છે. આવું એટલા માટે કારણ કે તેમની પાસે કોઈ નીતિ કે નિયમ નથી. તેઓ ફક્ત ગરીબોના પૈસા લૂટવાનું જાણે છે. ફક્ત બીમારી બતાવવાનું જાણે છે. પરંતુ આ બીમારીઓને ઠીક કરવાની તાકાત મોદીમાં છે. તમારો ચોકીદાર રાખે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...